શ્રી સવાભગતની જગ્યા - પીપળીધામમાં આપનું સ્વાગત છે
શ્રી રામદેવપીર મંદિર - પીપળીધામ
શ્રી રામદેવપીર મંદિર, પીપળી
વિક્રમ સંવત ૨૦૫૪ના ચૈત્ર વદ ચોથ, પાંચમ અને છઠ — એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, અનુરૂપ ઈ.સ. ૧૯૯૮ના ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલના શુભ દિવસો મંદિરના પવિત્ર કાર્યક્રમો માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા.
આ આયોજન દરમિયાન ચૈત્ર વદ પાંચમ, તા. ૧૭ એપ્રિલ, ૧૯૯૮ (૧૭-૦૪-૧૯૯૮)ના શુભ દિવસે મૂર્તિની વૈદિક વિધિ મુજબ પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મંદિરના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો અને આ દિવસ આજે પણ ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતીક માનવામાં આવે છે.
વધુ વાંચો
પીપળીના પીર બાબા રામદેવ
અજમલરાયના આજીજીભર્યા શબ્દો સાંભળતા દ્વારકાધીશે તેમને ધીરજ આપીને વચન આપતા કહ્યું કે, 'જાવ તમારે ત્યાં એક વર્ષ પછી પુત્ર જન્મ થશે. તેનું નામ તમે વડા વીરમદે રાખજો. બસ આટલું યાદ રાખજો...'
આ વાત સાંભળતા આપેલા વચનના શબ્દો પર તેમને તરત વિચાર આવ્યો. રાજા હોય એટલે બુદ્ધિનું પરાક્રમ પણ હોય. તેમણે વડા વીરમદે આ શબ્દનો વિચાર કર્યો. તેમને થયું કે જો વડા તો છોટા કોણ ? તેમણે પોતાની મૂંઝવણ અને શંકા દૂર કરવા તરત જ દ્વારકાધીશને કહ્યું, 'પ્રભુ, વડા વીરમદે તો છોટા કોણ ?' આથી દ્વારકાધીશ બીજું વચન આપતા કહ્યું કે, 'જ્યારે વડા વીરમદે સવા મહિનાના થશે ત્યારે હું પોતે સ્વયં ઈચ્છાથી ત્યાં પધારીશ અને પારણામાં પોઢીશ. એની નિશાની તરીકે એ ઓરડામાં કંકુના કુમ કુમ પગલાં પડશે. જો કુમકુમ પગલાં દેખાય તો માનજો કે ખુદ દ્વારકાધીશ પોતે પધાર્યા છે. તમે મારું નામ રામદે રાખજો...'
વધુ વાંચો
બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી સવારામ સાહેબ
આ જ વર્ષે એટલે કે વિ.સં. ૧૯૬૮માં તેઓને રણુજાના રાય પીર રામદેવજી મહારાજ મળ્યા. શ્રી સવારામ સાહેબ સાથે શ્રી રામદેવજી મહારાજનું પૂર્વનું અનુસંધાન સંકળાયેલું હતું. એ અનુસંધાને તેઓ પીપળીમાં શ્રી સવારામ બાપાને આવી મળ્યા. એ અનુસાર એક રાત્રે તેઓ શ્રી સવારામ સાહેબના ઘેર પધાર્યા અને શ્રી સવારામ સાહેબને વચન આપતાં કહ્યું કે, ‘‘સવા, મારે તારે ત્યાં કાયમી બેસવું છે. નિવાસ કરવો છે. અહીં અખંડ સદાવ્રત શરૂ થશે અને ઘોડો આવશે તથા ઈશાન ખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે એવું મારું વચન છે.’’
શ્રી સવારામ સાહેબની ભીતરની દોલત તો ભરપૂર હતી પણ જગતની ભૌતિક દોલતનો અભાવ હતો. પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે તેમણે કહ્યું કે, ‘‘હું નેજો ક્યાં ચડાવું ? મારાથી તો એ બની શકે એમ નથી. છતાંય આપની આજ્ઞા હોય તો આપણા ઘેર એક લીંબડી છે તેના પર ચડાવું.’’
આ શબ્દો સાંભળી પીર રામદેવજી મહારાજે કહ્યું કે, ‘‘તું ચિંતા ફીકર કરીશ નહિ. તારી જોગવાઈ હોય કે ન હોય પણ મારે તારે ત્યાં બેસવું છે. આ તો પૂર્વનું કોઈ નીકટનું અનુસંધાન છે, પૂર્વનો કોઈ નીકટનો નાતો છે, પૂર્વની કોઈ ગ્રંથિ છે. એથી આ અનુકૂળ બન્યું છે. આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરુષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે...’’
શ્રી સવારામ સાહેબે આવા શબ્દો સાંભળી કહ્યું કે, ‘‘ભલે જેવી આપની ઇચ્છા.’’
સંપૂર્ણ ઇતિહાસ વાંચો
બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ
ચેતન બ્રહ્મ રણુજાના રાય પીર રામદેવજી મહારાજે શ્રી સવારામ સાહેબને વચન આપતા એવા શબ્દ ઉચ્ચારેલા કે "આગળ ઉપર સમય અનુકૂળ બનતાં અનાયાસે જે પુરુષના હાથે જે કંઈ બનવાનું હશે તે બનશે..."
આ શબ્દો અહીંના ભાવિ મહાપુરુષના પ્રાગટ્યનો અને તેમની કાર્યવાહીનો સંકેત કરે છે. શ્રી સવારામ સાહેબે નાગદેવના સૂચનથી પોતે માટીકામનો વ્યવસાય બંધ કર્યો હતો પણ તેમના સુપુત્ર શ્રી હરજીવનદાસ અને તેમના ધર્મપત્ની શ્રી જીવતીબાઈ (જીવુમા) એ ધંધો કરતા કરતા ખૂબ કષ્ટ વેઠીને ઘરનું ગુજરાન ચલાવવા સહિત અહીં પધારતા સાધુ સંતની સેવા કરતા અને સદાવ્રતની કાર્યવાહી સંભાળતા હતા.
આવા ભક્ત અને ભક્તિના ઘર પ્રજાપતિ કૂળમાં શ્રી હરજીવનદાસ અને શ્રી જીવુમાને નિમિત્ત બનાવી એમને ત્યાં વિ. સંવત ૧૯૯૦ (ઈ.સ. ૧૯૩૪)ના જેઠ સુદ ૧૫ને રવિવારના રોજ શ્રી બળદેવદાસ મહારાજનું પ્રાગટ્ય થયું. અલૌકિક સત્તા અને શક્તિના કેન્દ્ર સમા મહાપુરુષનો પ્રાદુર્ભાવ થયો. મનુષ્ય કૃતિના રૂપમાં નિજારી પુરુષ પ્રગટ્યા. કાદવમાં કમળ ખીલે એમ પીપળી જેવા ગામમાં, એ ભૂમિને ધર્મભૂમિ બનાવવા અને શ્રી રામદેવપીરનું પાવનકારી ધામ બનાવવા એમનું આગમન થયું.
સંપૂર્ણ ઇતિહાસ વાંચો
પીપળીધામની ઐતિહાસિક યાદી
શ્રી સવારામ સાહેબ – શ્રી રામદેવપીર મંદિર – પીપળીધામ
-
શ્રી સવારામ સાહેબનું પ્રાગટ્ય
વિ.સં. ૧૯૧૭ મહાસુદ-૧૫
-
ગુરુ શ્રી સ્વામી ફુલગરજી સાથે મેળાપ
વિ.સં. ૧૯૫૬
-
શ્રી હંસદાસ સાહેબનો મેળાપ
વિ.સં. ૧૯૬૮
પીપળીધામની ગાદી પરંપરા
શ્રી સવારામ સાહેબથી લઈને આજ સુધી, પીપળીધામની ગાદી પરંપરા સંતોના દિવ્ય માર્ગદર્શન હેઠળ અવિરત રહી છે. આ પરંપરાએ ધામની સેવા, પૂજા અને આધ્યાત્મિક વારસાને અખંડિત રીતે જાળવી રાખ્યો છે.
બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી સવારામ સાહેબ
બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ
પ.પૂ. ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ
આગામી ઉત્સવો
દર્શનીય સ્થળો
શ્રી રામદેવજી મહારાજનો વિસામો
વિ.સં. ૧૯૭૪ માં બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ શ્રી સવારામ સાહેબ રાસમંડળ લઈ બજાણા ગામ જતા હતા ત્યારે આ જગ્યાએ અચાનક પાલખીમાંથી શ્રીફળ નીચે ફૂટી પડતા અહીં બ્રહ્મનિષ્ઠ સદ્…
શ્રી બળદેવદાસ મહારાજ ગૌશાળા
સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હસ્તક શ્રી રામદેવ પીરના વિસામે ગૌશાળાનું નિર્માણ થયું છે. સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજના દેહવિલય બાદ તેમના જ્યેષ્ઠ પુત્ર-શિષ્ય ભક…
રામા સરોવર
શ્રી રામદેવ પીરના વિસામાના સ્થળે સદ્ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ દ્વારા રામા સરોવરનું પ્રારંભિક નિર્માણ થયું. ત્યારબાદ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા આ સરોવરન…
ભજન સંતવાણી
પીપળીધામમા ઉજવાતા ભજન સંતવાણી અને શ્રી વાસુદેવ મહારાજ ના સત્સંગો અહી નિહાળો
LIVE :દલસુખ પ્રજાપતી, ધવલ બારોટ,ભુપેન્દ્ર મહારાજ,નરસિંહ મહારાજ | પીપળીધામ નેજા ઉત્સવ Dt.21-09-2026
LIVE :રામદાસ ગોંડલીયા,બિરજુ બારોટ,ભુપેન્દ્ર મહારાજ,નરસિંહ મહારાજ | પીપળીધામ નેજા ઉત્સવ Dt.20-09-2026
પ.પૂ.ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજને શ્રેષ્ઠતમ પદ અભિષેક – ધર્મસભા | પીપળીધામ નેજા ઉત્સવ Dt.21-09-2026
દર્શન અને આરતીનો સમય
મંગળા આરતી
7:00 AM – 7:30 AM
મંદિર દર્શન
મંદિર દર્શન માટે ૨૪ કલાક ખુલ્લું છે.
સંધ્યા આરતી
7:00 PM – 7:30 PMશ્રી રામદેવપીર મંદિર – પીપળીધામ
પીપળી, ગુજરાત – ૩૮૨૭૪૫
સંત શ્રી સવારામ બાપા (સવા ભગત)ની જગ્યા, શ્રી રામદેવપીર બાપાના પાવન પીપળીધામે દર્શને પધારો. ગૂગલ મેપ્સ દ્વારા સીધા માર્ગદર્શન સાથે આપની યાત્રા સરળ બનાવો.