પીપળીધામ સુધી કેવી રીતે પહોંચવું?

પીપળીધામ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ છે.

સરનામું

શ્રી સવાભગતની જગ્યા – શ્રી રામદેવપીર મંદિર (પીપળીધામ)

મુ. પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર, ગુજરાત – ૩૮૨૭૪૫

માર્ગ દ્વારા

  • સુરેન્દ્રનગર → 50 કિ.મી.
  • અમદાવાદ → 100 કિ.મી.
  • રાજકોટ → 175 કિ.મી.

રેલવે દ્વારા

સૌથી નજીકનું રેલવે સ્ટેશન વીરમગામ છે, જે પીપળીધામથી અંદાજે 40 કિ.મી. દૂર આવેલું છે.

શ્રી રામદેવપીર મંદિર – પીપળીધામ

પીપળી, ગુજરાત – ૩૮૨૭૪૫

સંત શ્રી સવારામ બાપા (સવા ભગત)ની જગ્યા, શ્રી રામદેવપીર બાપાના પાવન પીપળીધામે દર્શને પધારો. ગૂગલ મેપ્સ દ્વારા સીધા માર્ગદર્શન સાથે આપની યાત્રા સરળ બનાવો.

પાર્કિંગ

શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમની બાજુમાં, દેગામ રોડ પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.