ધોરીમાર્ગ પર પ્રવેશદ્વાર
પીપળીધામ માલવણ ચોકડીથી ૭ કિલોમીટર દૂર આવેલું છે. માલવણથી ધ્રાંગધ્રાના હાઈવે પર અખિયાણા ગામથી ૩ કિલોમીટર દૂર અંદરના ભાગે આવેલું છે. અહીં હાઈવે પાસે ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ હસ્તક કલાત્મક વિશાળ પ્રવેશદ્વાર બન્યું છે. આ પ્રવેશદ્વારમાં થઈને પીપળીધામમાં પ્રવેશ પમાય છે. આ પ્રવેશદ્વાર પર હનુમાનજી મહારાજ અને બે હાથીની મૂર્તિ ધ્યાન આકર્ષક છે. હાઈવે પરથી અહીંના બાવનગજના દેવળના દર્શન થાય છે.